વડોદરામાં નદી કિનારે માછીમારી કરવા બેસેલા આધેડને મગરે પોતાનો શિકાર બનાવ્યો
copy image

વડોદરામાંથી ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. જેમાં માછીમારી કરવા બેસેલા આધેડને મગરે પોતાનો શિકાર બનાવી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ નાજેક ગામડીમાં આ બનાવ બન્યો હતી. અહી ઓરસંગ નદીના કાંઠે માછીમારી માટે બેઠેલા આધેડને મગર પાણીમાં ખેંચી ગયો હતો. નદી કિનારે પગ લબડાવીને માછીમારી કરી રહેલા પારસિંગ વસાવા નામના 50 વર્ષીય આધેડને નદીમાં ધસી આવેલો મગર ખેંચી ગયો હતો. બનાવને પગલે સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની તેમ ઘટના સ્થળ પર પહોંચી હતી.