માંડવી ક્ષેત્રમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી 7 લાખ પડાવનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

માંડવી ક્ષેત્રમાં રહેતી એક યુવતીને આરોપી ઈશમે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ઉપરાંત ધાકધમકી કરી રૂપિયા 7 લાખ પડાવી લીધા હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ભોગ બનનાર યુવતીએ માંડવી પોલીસ મથકે રાજસ્થાનના કોટાના આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર આરોપી સાથે અમદાવાદમાં મુલાકાત સમયે આરોપીએ યુવતીના વીડિયો અને ફોટો લઇ લીધા હતા.બાદમાં ફોટો-વીડિયો વાયરલ કરી દેવાની ધાક ધમકી કરી યુવતી પાસેથી કુલ રૂપિયા 7,15,240.86 પડાવી લીધા હતા. આ મામલો પોલીસ ચોપડે ચડતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.