કંડલા બંદર પર રિવર્સમાં આવતી ટ્રકની હડફેટે 66 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો

copy image

કંડલા બંદર પર રિવર્સમાં આવતી ટ્રકની હડફેટે 66 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલા બંદર ખાતે જેટી નંબર-15-એ નજીક આ જીવલેણ બનાવ બન્યો હતો. અહીં લાંગરેલા જહાજમાં શાંતિલાલ શિપિંગ કંપનીના માલની હેરફેર જયગુરૂ ટ્રાન્સપોર્ટના વાહનોથી થઈ રહી હતી. તે સમયે એક ટ્રકના ચાલકે તીવ્રગતિએ રિવર્સમાં લેતાં સફાઈનું કામ કરતા હતભાગી શ્રમિક રામદૂત હડફેટમાં લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં તોતિંગ વાહનના પૈડા ફરી વળતા આ વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું.