રાપર ખાતે આવેલ જાટાવાડા નજીક સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ

accident

copy image

accident
copy image

રાપર ખાતે આવેલ જાટાવાડા નજીક કારનો એક ગમખ્વાર સર્જાયો હતો જેમાં એક શખ્સનું મોત થયું હતું તેમજ અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જાટાવાડા નજીક એક કાર પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં  દિયોદરના મકનસિંહ ચૌહાણનું મોત થયું હતુંજ્યારે તેમના ભત્રીજાને ઇજાઓ થઈ હતી. દિયોદરમાં રહેનાર તથા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર મકનસિંહ ચૌહાણ અને તેમનો ભત્રીજો ગાડી લઈને જઈ રહ્યા હતા તે સમયે જાટાવાડા નજીક આગળ જતા વાહન થકી ધૂળ ઉડતાં કાર ચાલકને કઈ નજરે ન ચડતા રોડ નીચે ઊતરી અને પલટી મારી ગઈ હતી. આ બનાવમાં મકનસિંહનું ગંભીર ઈજાઓના પગલે મોત થયું હતું તેમજ તેના ભત્રીજાને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.