ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ન્હાવા પડેલા ચાર શ્રમિકોમાંથી બે ડૂબ્યા
copy image

બોટાદ ખાતે આવેલ ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ન્હાવા પડેલા ચાર શ્રમિકોમાંથી બે ડૂબી ગયા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બાનવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ચાર શ્રમિકો નહાવા ગયેલ હતા જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવેલ છે જ્યારે અન્ય બે ડૂબી ગયા છે. આ બનાવ અંગે જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર તુરંત સક્રિય બની ડૂબેલા બંને વ્યક્તિઓને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.