ઓનલાઇન ગેમીંગ “LOTUS365* ના ડેસ્કબોર્ડના માધ્યમથી પૈસાની હારજીતના સટ્ટાના જુગારના રેકેટનો પર્દાફાશ કરી કુલ્લે ૨,૯૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે જુગારનો કેશ શોધી ૧૦ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુગાર બદી નેસ્ત નાબુદ કરવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, ધવલ રોહીતભાઇ મહેતા રહે.હાલે પ્લોટ નં.ર૮ થી ૩૫/એ, સરદાર પટેલનગર-૨, નરનારાયણ નગરની બાજુમાં ભુજ મુળ રહે.ગાંધીધામ વાળો તેના મળતિયાઓને સાથે રાખીને હાલમાં પ્લોટ નં.ર૮ થી ૩૫/એ, સરદાર પટેલનગર-૨, નરનારાયણ નગરની બાજુમાં ભુજ વાળા મકાનમાં ગે.કા. ઓનલાઇન ગેમીંગ મારફતે ગ્રાહકો પાસેથી ડીપોઝીટ પેટે રૂપીયા લઇ ગેમ રમવા માટે આઇ.ડી. પાસવર્ડ આપી રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને ગ્રાહકોને ગેમીંગ રમાડવા માટે તથા ગેમીંગમાં રૂપીયાની હારજીતનો હીસાબ રાખવા માટે કોમ્પ્યુટર મારફતે ઓપરેટ કરે છે હાલે તેની આવી ગે.કા. પ્રવૃતિ ચાલુમાં છે અને આ રીતે મજકુર આરોપીઓ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનનો જુગારખાના તરીકે ઉપયોગ કરે છે. જે મળેલ હકીકત આધારે તપાસ કરતા હકીકત વાળી જગ્યાએ ગેમીંગ રમાડવાનુ ચાલુ હોય ત્યાં રૂમમાં ચાર કોમ્પ્યુટરમાં હાજર મળી આવેલ ૧૦ ઇસમોને શુ કરે છે તે બાબતે પુછતા તે ઇસમો પૈકી ધવલ રોહીતભાઇ મહેતાએ જણાવેલ કે અમો અહીયા ઓનલાઇન ગેમીંગ દ્રારા રૂપીયાનો હારજીતનો જુગાર રમાડીએ છીએ અને 100 PANEL નામની વેબસાઇટ પર જઈ LOTUS365 નામની કંપની માં અલગ અલગ ઓનલાઇન ગેમ હોય જેમાં ગ્રાહકોને જે ગેમ ઓનલાઇન રમવી હોય તે ગેમ રમવા માટે ગ્રાહકો અમોને ડીપોઝીટ (રૂપીયા) ઓનલાઇન અમારા ખાતામાં મોકલે જેથી અમો ગ્રાહકોને તે ગેમ રમવા માટે ગ્રાહકોના વોટસ એપ પર ગેમની લીંક તથા આઇ.ડી. પાસવર્ડ મોકલીએ છીએ અને ગ્રાહકે જેટલા રૂપીયા ઓનલાઇન ગેમ રમવા માટે આપેલ હોય તે રૂપીયામાં જો તે જીતે તો અમો તેને જરૂર મુજબ રૂપીયા ઓનલાઇન પેમેન્ટ તેના ખાતામાં મોકલી આપીએ છીએ અને ચારેય કોમ્પ્યુટરમાં અમો બધા વારાફરતી ર૪ કલાક આ ઓનલાઇન ગેમીંગ રમવા માટે ગ્રાહકોને પાસવર્ડ આઇડી આપવાનુ તથા હારજીતના રૂપીયાનુ ઓનલાઇન ટ્રાન્જેકશન કરવા માટેનુ કામ કરીએ છીએ અને અમારી પાસે રહેલ કંપનીના મોબાઇલોમાં ગ્રાહકોના હારજીતના રૂપીયાનું ટ્રાન્જેકશન કરવા માટે ઉપયોગ કરીએ છીએ અને અમે ભેગા મળીને ઉપર જણાવ્યા મુજબ ગે.કા. રીતે ઓનલાઇન ગેમીંગ રમવા ઇચ્છુક ગ્રાહકોને તેમની પાસેથી ઓનલાઇન રૂપીયા મેળવી ઓનલાઇન આઇડી પાસવર્ડ આપી રૂપીયાની હારજીતનો જુગાર રમાડતા હોવાનુ જણાવેલ જેથી આ તમામ ઇસમો ઓનલાઇન ગેમીંગ દ્રારા ગે.કા. રીતે જુગાર રમાડતા હોવાનુ જણાઇ આવેલ હોય જેથી હાજર મળી આવેલ ઇસમો પાસેથી નીચે મુજબનો મુદામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- અટક કરેલ આરોપીઓ
- ધવલ રોહીતભાઇ મહેતા ઉ.વ. રહે.હાલે પ્લોટ નં.૨૮ થી ૩૫/એ, સરદાર પટેલનગર-૨, નરનારાયણ નગરની બાજુમાં ભુજ મુળ રહે. પ્લોટ નં.૩૩ સેકટર- ૦૨ ઓસ્લો સર્કલ ગાંધીધામ
- કિશન ઉમેશભાઇ જણસારી, ઉવ. ૨૦, ધંધો. પ્રા.નોકરી, રહે. એફ-૬૦૬, પારતી આવાસ યોજના, એસ.પી.રીંગ રોડ, નિકોલ કઠવાડા, અમદાવાદ
- નિરવકુમાર દેવેન્દ્રભાઇ જોષી, ઉવ. ૨૫, ધંધો. પ્રા.નોકરી, રહે. ગાંજીસર, તા.રાધનપુર, જી.પાટણ, હાલ રહે. હાલઅંબેશ્વર સોસાયટી, વાવ રોડ, ભાભર, જી. બનાસકાંઠા
- ઉત્સવ અશોકભાઇ ચક્રવતી, ઉવ. ૨૩, ધંધો. પ્રા.નોકરી, રહે. ૯૭ રામદેવ ટાઉનશીપ, સ્પ્રીન્કલ વોટરપાર્કની સામે, ખોલવાડા, સિધ્ધપુર, પાટણ
- પ્રિન્સ અનિલભાઇ જોષી, ઉવ. ૨૪, ધંધો. ફોટોગ્રાફી, રહે. કહોડા, મહેસાણા, હાલ રહે. રામદેવ ટાઉનશીપ, સ્પ્રીન્કલ વોટરપાર્કની સામે, ખોલવાડા, સિધ્ધપુર, પાટણ
- જય જગદીશભાઈ પટેલ ઉ.વ.૨૪ ધંધો.પ્રા.નોકરી રહે. ઉગમણો ભાવાડો ફતેહ દરવાજા વીશનગર મહેસાણા
- શાલીન ધીરજલાલ ઠક્કર ઉ.વ.૨૪, ધંધો.નોકરી રહે. લીંબડાવાળી શેરી, સંસ્કારનગર, ભુજ
- દીપકકુમાર સોમાલાલ ચૌહાણ ઉવ. ૩૫, ધંધો. પ્રા.નોકરી, રહે. ૮૭૮ ઓગડ વાસ, ઓગડ મહારાજ મંદિર પાસે, ડીસા, જી. બનાસકાંઠા
- કિશન રામુભાઇ જોષી, ઉવ. ૨૪, ધંધો. પ્રા.નોકરી, રહે. મુડેઠા, તા. ડીસા, જી.બનાસકાંઠા
- સુનિલ વૃંદાવન દાસ, ઉવ. ૩૪, ધંધો. ધંધો. રસોઇયો, રહે. કૃષ્નપુર, પો.સ્ટે. તુડીગડીયા, તા.ખૈરા, જી.વાલેશ્વર, રાજય. ઓડિશા તથા તપાસમાં નિકળે તે તમામ આરોપીઓ..
- કબ્જે કરેલ મુદ્દામાલ(કુલ્લ કિંમત રૂપીયા ૨,૯૮,૦૦૦/-)
જુગાર રમી રમાડતા કોમ્પ્યુટરના મોનીટર નંગ- ૦૪ કિમત રૂપીયા ૫૦,૦૦૦/-
સી.પી.યુ. નંગ- ૦૨ કિમત રૂપીયા ૩૦,000/-
અલગ અલગ કંપનીના લેપટોપ નંગ- ૦૪ કિમત રૂપીયા ૬૦,૦૦૦/-
- આઈપેડ નંગ- ૦૧ કિમત રૂપીયા ૧૫,૦૦૦/-
- ટેબલેટ નંગ- ૦૧ કિમત રૂપીયા ૧૫,૦૦૦/-
રાઉટર નંગ- ૦૧ કિમત રૂપીયા ૨,૦૦૦/-
ડોગલ નંગ- ૦૧ કિમત રૂપીયા ૧૦૦૦/-
મોબાઈલ ફોન નંગ- ૨૫ કિમત રૂપીયા ૧,૨૫,૦૦૦/-
અલગ- અલગ બેંકોના ATM કાર્ડ નંગ- ૧૭ કિમત રૂપીયા 00/-
→ અલગ- અલગ બેંકોના ૧૮ (અઢાર) ખાતાઓની પાસબુકો નંગ- ૧૩ કિમત રૂપીયા ૦૦/-
ચેકબુકો નંગ- ૧૧ કિમત રૂપીયા ૦૦/-
દાખલ કરેલ ગુનાની વિગત
- ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૨૭૯/૨૦૨૫ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા એ.એસ.આઈ. અનિરુધ્ધસિંહ રાઠોડ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયકુમાર ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, સુનીલકુમાર પરમાર તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજા, જીવરાજ ગઢવી તથા કલ્પેશભાઇ ચૌધરી તથા ડ્રા.મહેન્દ્રસિંહ જાડેજા તથા અશ્વિનભાઇ ગઢવીનાઓ જોડાયેલ હતા.