ભુજના ભખરીયા ગામની શાળા ૨૦૦૭ થી બંધ પડી છે, લખન ધુવા દ્વારા મુલાકાત કરાઈ શાળા શરૂ કરાવવા સરકાર સામે આંદોલન કરવાની ચીમકી


તા.૧૪/૦૩/૨૦૨૫ ભુજ તાલુકાના ભખરીયા ગામની શાળા આશરે છેલ્લા ૧૭ વર્ષથી બંધ પડેલી છે. બે જ દિવસ અગાઉ પહેલા આ ગામની શાળાનું ન્યુઝ પેપર માં અહેવાલ આવ્યું હતું ત્યારે આ ગામની મુલાકાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા તેમજ તેમની ટીમએ મુલાકાત કરી છે.
લખન ધૂવાએ જણાવતા કહ્યું છે કે ભખરીયા ગામ ભુજ તાલુકામાં આવેલ છે. ભુજ થી માત્ર ને માત્ર ૨૦ થી ૨૫ કિ.મી ના અંતરે આવેલું છે. અહી ૧૦૦% મુસ્લિમ સમાજના લોકો રહે છે. તેમજ આ રસ્તે થી વાઇટ રણ પણ જવાય છે. તેમ છતાં આ ગામની શાળા ૨૦૦૭ થી લઇ અત્યાર સુધી બંધ જ પડેલી છે. જોકે વર્ષ ૨૦૨૪ માં માત્ર એક મહિના પૂરતો જ એક આવ્યા હતા તે પછી શાળામાં ભણાવવા માટે શિક્ષકો જ નથી અહી ૫૦ થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. જેનું ભાવી જોખમમાં મુકાઇ ગયું છે.
હાલ અહીંના મોલાના અત્યારે બાળકોને પડાવાનું અને ભણાવાનું કાર્ય કરી રહ્યા છે. પણ શિક્ષકની ઘટ તો છે. જ સરકારી મહેકમ પ્રમાણે આ ગામની શાળામાં ૪ શિક્ષકો હોવા જોઈએ જેની બદલે એક પણ નથી
ચૂંટણીનાં સમયે નેતાઓ માત્ર ને માત્ર વોટ લેવા પૂરતાં જ આવતા હોય તે પછી ત્યાંની શું સમસ્યા છે. કે શું પરિસ્થિતિ છે. તે બાબતોનું ધ્યાને લેવાતું નથી અહીંના ધારાસભ્ય અને સાંસદ ને આવીને આ ગામની મુલાકાત કરવી જોઈએ અને ખાસ કરીને શિક્ષણથી બાળકો વંચિત ના રહે તે હેતુથી વહેલી તકે શિક્ષકોની ભરતી કરી શાળા શરૂ કરાવવી જોઇએ જો આવું નહિ કરવામાં આવે તો ટુંક સમયમાં જ ભખરીયા ગામના લોકો સાથે રહી શાળા શરૂ કરાવવા મોટું આંદોલન કરવામાં આવશે કારણ કે છેલ્લા ૩૦ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં રાજ કરી રહી છે. ત્યારે પાયાની જરૂરિયાતો જેમ કે શિક્ષણ આરોગ્ય અને રોજગારી જો ના આપી શકતી હોય તો ચોક્કસ પણે કહી શકાય કે ભાજપના નેતાઓ માત્ર ને માત્ર કચ્છ ગુજરાતની પ્રજાને મૂર્ખ જ બનાવાનું કામ જ કર્યું છે. ત્યારે હવે પ્રજા જાગૃત થઈ ગઈ અને પોતાના હક્ક અને અધિકારો માટે આંદોલન કરવામાં આવશે જેની નોંધ સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લે તેવું લખન ધુવાએ જણાવ્યું છે.