નિરોણાના મેડીસર ગામના સીમમાંથી શિકારી પ્રવૃત્તિ પોલીસે ઝડપી : આરોપી ફરાર
ભુજ ખાતે આવેલ નિરોણાના મેડીસર ગામના સીમમાંથી શિકારી પ્રવૃત્તિ ઝડપાઈ હોવાના અહેવાલ સામે આવી રહયા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને મળેલ પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં મેડીસર ગામની સીમ હદમાં અમુક શખ્સો બાઈક લઈને શિકાર અર્થે આવેલ હતા. આ શખ્સોને પકડવા જતાં તેઓએ ભાગવાનો પ્રયાસ કરેલ હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમોને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.