દયાપર ટાઉન વિસ્તારમાંથી બોગશ ડોક્ટર પકડી પાડતી દયાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓ દ્વારા ગે.કા. પ્રવ્રુતિ કરતા ઇસમો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોઇ,
જે અન્વયે દયાપર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ કિશોરસિંહ જાડેજા તથા પ્રો.એ.એસ.આઇ મીનાબેન રબારી તથા પો.હેડ કોન્સ અજયકુમાર એસ દેસાઇ તથા પો.કોન્સ ગોપીચંદ આર રાણાનાઓ તથા દયાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. કે.કે પટેલનાઓને તથા તેમના તાબાના ટી.એમ.પી.એચ.એસ અજયભાઇ સોલંકી તથા એમ.પી.એસ.એસ જબ્બારભાઇ સમા તથા ફર્માસીસ્ટ વેલાભાઈ બુચીયાનાઓની સંયુક્ત ટીમ બનાવેલ અને માહીતી મળેલ બાતમી હકીકત આધારે દયાપરમાં મારૂતી કોમપ્લેક્ષમાં આવેલ જનની હોસ્પિટલમાં બોગશ ડોક્ટર ગર્ભવતી મહિલાઓની સારવાર કરી પ્રસુતિ કરાવે છે અને ગર્ભવતી મહીલાઓની દવાઓ આપી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે તેવી માહીતી આધારે પંચો સાથે રાખી ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા અનુરાધાબેન મંટુપ્રસાદ યાદવ ઉ.વ ૩૯ રહે મુળ.ગોપાલપુર કોઠી તા.બસંતપુર જી.સીવાન રાજ્ય બિહાર હાલે રહે.મફતનગર, દયાપર તા.લખપત-કચ્છવાળા કોઇપણ જાતના એલોપેથિક કે ગાયનેક ડોકટર તરીકેના મેડીકલ ડીગ્રી કે સર્ટી વગર ગાયનેક તરીકે મેડીકલ પ્રેકટીસ કરતા મળી આવેલ હોય,અને તેના કલીનીક માંથી એલોપેથી ડોકટરને લગતા તથા ગાયનેક ડોક્ટરને લગતા સાધનો તથા જુદી જુદી અલગ અલગ કંપનીઓની એલોપેથી દવાઓ જેની કિ.રૂ. ૪,૬૯,૩૩૯/- નો મત્તાનો મુદામાલનો જથ્થો મળી આવેલ હોઇ તેમના વિરૂધ્ધ દયાપર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ ગુ.ર. નં-૧૧૨૦૫૦૨૫૨૫૦૦૬૧ બી.એન. એસ ક.૧૨૫,૩૧૮(૧) ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની ક.૩૩ મુજબનો ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને વધુ પોલીસ તપાસ ચાલુમાં છે.
આરોપીનુ નામ
અનુરાધાબેન મંટુપ્રસાદ યાદવ ઉ.વ ૩૯ રહે મુળ.ગોપાલપુર કોઠી તા.બસંતપુર જી.સીવાન રાજ્ય બિહાર હાલે રહે.મફતનગર, દયાપર તા.લખપત-કચ્છ
કબ્જે કરેલ મુદામાલ
એલોપેથી દવાઓ તથા ગર્ભવતી મહીલાઓની સારવાર માં ઉપયોગમાં આવતી વસ્તુઓ જેની કિ.રૂ. ૪,૬૯,૩૩૯/-નો મુદામાલ કબ્જે કરેલ છે .
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
પો. ઇન્સ. શ્રી વી.વી.ભોલા તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.બી.ટાપરીયા નાઓ સાથે દયાપર પોલીસ સ્ટાફના એ.એસ.આઇ કિશોરસિંહ જાડેજા તથા પ્રો.એ.એસ.આઇ મીનાબેન રબારી તથા પો.હેડ.કોન્સ અજયકુમાર એસ દેસાઇ તથા પો.કોન્સ ગોપીચંદ આર રાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.