મમુઆરાના 23 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાસનો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

ભુજ તાલુકાનાં મમુઆરાના 23 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાસનો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મમુઆરામાં રહેતા ભરત પાંચાભાઈ મહેશ્વરી નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.