માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને પકડી પાડી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

હાલેમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા માદક પદાર્થો સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને આવી પ્રવુતિ ને સદતર રીતે ડામવા અરસકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે મમ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ નાઓએ એન.ડી.પી.એસ ની પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક અને કાયદાકિય કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ હેડ કોન્સ રાણાભાઈ કાનાભાઈ કોલા તથા પો.કોન્સ શ્યામ વિશ્રામ ગઢવી નાઓને સંયુક્ત તથા સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે ભુજીયા રિંગ રોડ તથા ગીતા માર્કેટ તથા ગણેશ કાંટા વિસ્તારમાં એક ઇસમ બુલેટ મો.સા વડે માદક પદાર્થના જથ્થા સાથે વેચાણ સારૂ ફરે છે તેવી બાતમી આધારે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે.મોરી નાઓએ પો.સ્ટે હાજર અધિકારી તથા કર્મચારીઓને વાકેફ કરીને જે બાબતે વર્ક આઉટ કરી બાતમીવાળી જગ્યાએ પોહચીને બાતમીમાં જણાવેલ વર્ણન મુજબના ઇસમની શોધખોળ કરતા મજકુર ઇસમ મળી આવતા તેને પકડી પાડી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીનું નામ, સરનામું :-
અસલમ કાસમ મણકા ઉ.વ-૨૦ રહે-કુંભારવાસ ભુતેશ્વર વિસ્તાર ભુજ
પકડવા પર બાકી આરોપીનું નામ સરનામું :-
તોસીફ ઉર્ફે જેંગો મામદ લાખા રહે—હિના પાર્ક ૦૪ સુરલભીટ રોડ ભુજ
પકડાયેલ મુદ્દામાલ ની વિગત :-
(૧) માદક પદાર્થ ગાંજો ૩૬૫ ગ્રામ જેની કિ.રૂ-૩૬૫૦/-
(૨) મોબાઇલ ફોન નં-૦૧ જેની કિ.રૂ- ૨૦૦૦/-
(૩) રોકડ રૂ.૨૭૫૦/-
(૪) બુલેટ જેના રજી.નં- જી.જે-૧૨-ઈ.એન-૨૩૨૪ જેની કિ.રૂ-૧,૦૦,૦૦૦/-
કુલ્લ મુદ્દામાલની કિ,રૂ-૧,૦૮,૪૦૦/-
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
અસલમ કાસમ મણકા ભુજ શહેર બી ડીવી પો.સ્ટેના સી પાર્ટ ગુ.૨.નં-૦૦૨૫/૨૦૨૪ પ્રોહી કલમ
૬૫(એ)(એ) મુજબ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે.મોરી સાહેબ તથા પો.સ.ઈ જે.એસ.પરમાર તથા પો.હેડ કોન્સ રાણાભાઈ કાનાભાઈ તથા દિલીપસિંહ ભરતસિંહ તથા પો.કોન્સ શ્યામ વિશ્રામભાઈ ગઢવી તથા નાનુભાઈ જીવાભાઈ તથા કીરીટસિંહ ગોવિદજીનાઓએ જોડાઈને સફળ કામગીરી કરેલ.