ભુજના સુમરાસર શેખ ગામમાં ઢોરી જતા રોડ પર શોર્ટસર્કિટના કારણે ઘાસ ભરેલાં ટ્રેઈલરમાં આગ ભભૂકી ઉઠી

image-170

copy image

copy image

ભુજ ખાતે આવેલ સુમરાસર શેખ ગામમાં ઢોરી જતા રોડ પર શોર્ટસર્કિટના કારણે ઘાસ ભરેલાં ટ્રેઈલરમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુમરાસર ગામના વાલાભાઇ આહીરે પોતાના પશુઓ માટે ઘાસચારો મંગાવેલ હતો. ત્યારે પંજાબથી ટ્રેઈલરમાં 12-15 કિલોની 700 જેટલી ગાંસડી ટ્રેઈલરમાં ભરી ભુજ પહોંચ્યા બાદ કાંટો કરી સુમરાસર નજીક પહોંચ્યો હતો. ત્યારે બપોરે 12-15ના સમયે ઢોરી રોડ પર આરોગ્ય કેન્દ્ર નજીક ટ્રેઈલરમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તમામ ઘાસ ચારો બળીને ભશ્મ થયો હતો. ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી પારકરવાસથી ટ્રેઈલરને દૂર લઇ જતાં મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ટ્રેઈલરમાં 700 જેટલી ગાંસડી હતી, જેની કિંમત 1.26 લાખનો ઘાસ ચારો બળીને ભશ્મ થયો હોવાનું સામે આવ્યું છે.