રાપર પો.સ્ટે વિસ્તારના સેલારી ગામના પાટીયાથી આગળ પાણીના અવેડા પાસે રોડ ઉપર થી ઈગ્લીશદારૂ ભરેલ પીક-અપ-ડાલું પકડી પાડી કિ.રૂ ૭૦,૯૬૮/- નો ઈગ્લીશદારૂનો કેસ કરતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન/જુગાર અંગેની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.બી.બુબડીયા નાઓને મળેલ બાતમી હકીકત મળેલ કે ફતેગઢ બાજુથી એક પીક-અપ-ડાલામાં ખાનગી ખાનું બનાવી અંદર વિદેશી અંગ્રેજીદારુ ભરેલ છે જે બાતમીના આધારે રાપર પો.સ્ટે.ના સેલારી ગામના પાટીયાથી આગળ પાણીના અવેડા પાસે રોડ ઉપર તા રાપર (ફતેહગઢ ઓ.પી.) રોડ ઉપરથી અંગ્રેજીદારુ ભરેલ પીક-અપ-ડાલું બે આરોપી સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ

(૧) લખમણભાઈ કરમશીભાઈ કોલી ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે.હેલીપેડ વિસ્તાર, રાપર

(૨) માવજીભાઈ છગનભાઈ ભીલ ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.હેલીપેડ વિસ્તાર, રાપર

હાજર ન મળી આવેલ આરોપીઓ

(૧) નવીન રાઘુભાઈ કોલી રહે.હેલીપેડ વિસ્તાર રાપર તા.રાપર

(૨) દિનેશ કાનજીભાઈ કોલી રહે.ત્રંબો તા.રાપર