એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને અંજાર મધ્યેથી પકડી પાડતી ભુજ શહેર એડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રીચિરાગ કોરડીયા સાહેબબોડર્રરેન્જભુજતથાપોલીસઅધિક્ષકશ્રીવિકાસ સુંડાસાહેબપશ્ચિમ.કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસઅધિક્ષક શ્રીડી.બી.ભગોરસાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ -ભુજ જીલ્લામાં શરીર સબંધી/મિલકત સંબંધી તથા એન.ડી.પી.એસ.ના ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ સુચનાઆપેલ,
જે અન્ધે ભુજ શહેર “બી” ડિવીઝન પો.સ્ટે. ખાતે બી પાર્ટ ગુ.ર.નં.૦૩૨૬ /૨૫ એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ), ૨૯ મુજબનો ગુન્હો તા.૨૬/૦૩/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ અને સદર ગુન્હા કામે આરોપી ઇબ્રાહિમ યુસુફ સીદી ઉવ.૪૫ રહે.ખાનપાન સેન્ટર સામે સંજોગનગર ભુજવાળાએ અન્ય આરોપી સબીર ઉર્ફે સબલો અબ્દુલસતાર કકલ ઉવ.૨૪ રહે.શેખટીમ્બા વિસ્તાર ગંગાનાકા પાસે અંજારવાળા પાસેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો મેળવી પોતાની કબ્જાની એકટીવા રજી નં.જી.જે.૧૨ એચ.એફ. ૪૭૧૧ કિ.રૂ.૫૦,૦૦૦/-વાળીની ડેકીમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૭૩૬,૫ ગ્રામ કિ.રૂ.૭૩૬૫- નો ગેરકાયદેસર રીતે રાખી તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂ. ૧૪૧૦/- એમ કુલ્લે કિ.રૂ.૬૩ ,૭૭૫/- ના મુદામાલ સાથે આરોપી ઇબ્રાહિમ યુસુફ સીદી ઉવ.૪૫ રહે. ખાનપાન સેન્ટર સામે સંજોગનગર ભુજવાળો પકડાઇ ગયેલ જયારે આરોપી સબીર ઉર્ફે સબલો અબ્દુલસતાર કકલ નાસ્તો ફર રહેલ. હતો ત્યાર બાદ સદરહુ ગુન્હા કામેની આગળની તપાસ પોલીસઅધિક્ષક સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.એસ.ત્રિવદી ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓને સોપવામાં આવેલ હતી.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પો.સ્ટે.નાઓએ સદર ગુન્હા કામે નાસ્તા ફરતા આરોપી શ્રી એચ.એસ.ત્રિવદી ભુજ શહેર એ ડીવીઝન સબીર ઉર્ફે સબલો અબ્દુલસતાર કકલઉવ.૨૪ રહે.શેખટીમ્બા વિસ્તાર ગંગાનાકા પાસે અંજાર વાળાને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે મુબજ હ્યુમન સોર્સની મદદથી આરોપીને પકડી પાડવા માટે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાનસચોટ અને ભરોસાલાયક ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આરોપી સબીર ઉર્ફે સબલો અબ્દુલસતાર કકલ જે અંજાર મધ્યે
પોતાના રહેણાક મકાને હાજર છે જે આધારે તાત્કાલીક વર્કઆઉટ કરી પો.સ.ઈ શ્રી જે.જે.રાણાનાઓની આગેવાનીમાં એક ટીમ પોલીસ સ્ટેશનથી અંજાર મધ્યે રવાના કરી આરોપીના રહેણાક મકાને જઇ આરોપીને પકડી પાડી હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે. અને સદર ગુન્હા કામે આગળની તપાસ ચાલુમાં છે.
પકડાયેલઆરોપી:-
(૧) સબીર ઉર્ફે સબલો અબ્દુલસતાર કકલ ઉવ.૨૪ રહે. શેખટીમ્બા વિસ્તાર ગંગાનાકા પાસે અંજાર
આરોપીનો ગુનાહિત ઇતિહાસ-
(૧) ભુજશહેર એ ડિવીઝન પો.સ્ટે પાર્ટ એ ગુરનં-૧૩૯૨/૨૦૨૧ઈ.પી.કો કલમ.૩૭૯ તથા (૨)ભુજશહેર એ ડિવી પો.સ્ટે એ પાર્ટ ગુરનં-૨૦૬૩/૨૦૨૧ઈ.પી.કોકલમ.૩૭૯(એ)(૩) તથા (૩)ભુજશહેર એ ડિવીઝન પો.સ્ટે પ્રોહિ ગુરનં-૪૭૦/૨૦૨રૂપ્રોહિ એકટ કલમ.૬૬(૧)(બી)તથા (૪)પધ્ધર પો.સ્ટે પાર્ટ એ ગુરનં-૬૬૦/૨૦૨૧ઈ.પી.કો કલમ.૩૭૯(એ)(૧)મુજબના ગુન્હા રજીસ્ટર થયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ
ઉપરોકત કામગીરીમાંપોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ.ત્રિવદી ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે.રાણા તથા પો.હેઙ.કોન્સ.ભરતજી એચ ઠાકોર તથા રાજુભા સતુભા જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયેલ હતા