ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ DLF બિલ્ડીંગના બંધ પડેલ અવાવરુ મકાન ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૪૧ જેમાં બોટલ નંગ-૩૯૯૬ પકડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૪,૦૬,૨૨૪/- ના સાથે બે આરોપીઓને દારૂનું કટીંગ કરતા ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II

જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ગેર કાયદેસાર પ્રવૃતિઓને ડામવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી, રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ, ગાંધીનગર જીલ્લા નાઓએ જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર અન્ય રાજ્યોમાંથી બુટલેગરો દ્વારા ખાનગી વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર આંતર રાજ્ય હેરાફેરી પરીવહન કરી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ અટકાવી સદંતર નાબુદ કરવા માટે જીલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર તેમજ શંકાસ્પદ જગ્યાઓએ વોચમાં રહી પ્રોહિબીશનના કેસો શોધી કાઢી પ્રોહી પ્રવૃત્તિ ડામવા સારૂ એલ.સી.બી-ર પો.ઇન્સ. શ્રી એચ.પી.પરમાર નાઓને જરૂરી તાકીદ કરી સૂચન કરેલ

જે અનુસંધાને LCB-2 ના પો.ઇન્સશ્રી એચ.પી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇશ્રી પો.સ.ઈશ્રી કે.કે.પાટડીયા તથા પો.સ.ઈશ્રી આર.જી.દેસાઈ તથા પો.સ.ઈશ્રી બી.એચ.ઝાલા નાઓએ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી જીલ્લાના અલગ અલગ પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનોમાં તથા શંકાસ્પદ જગ્યાઓ (ગોડાઉન)માં થતી દારૂની હેરાફેરીના પ્રોહીબીશન કેસો શોધી કાઢવાની અસરકારક કામગીરી કરી પ્રોહી કેસ શોધી કાઢવા માટે ટેકનિકલ તેમજ સ્થાનિક હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરી વોચમાં રહેવાની કામગીરીમાં સતત કાર્યરત હતા.

ગઇકાલ દિવસેના એલ.સી.બી.-૨ ના પો.સ.ઈશ્રી કે.કે.પાટીડીયા નાઓ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ટીમના પો.કો વિજયકુમાર દયારામ નાઓને ખાનગી રાહે માહીતી પ્રાપ્ત થયેલ કે. સરગાસણ DLF બિલ્ડીંગના બંધ પડેલ અવાવરૂ મકાનમાં કેટલામ ઈસમો ગેરકાયદેસર વિદેશી દારૂનું કટીંગ કરે છે. જે માહીતી આધારે એલ.સી.બી-૨ પો.સ.ઇશ્રી કે.કે. પાટડીયા ટીમ સાથે

આયોજન બધ્ધ હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા વિદેશી દારૂનું કટીંગ કરતા બે ઇસમોને ઝડપી પાડી સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની પેટી નંગ-૧૪૧ જેમાં કુલ બોટલ નંગ-૩૯૯૬ તથા મોબાઇલ ફોન તથા અન્ય વાહનો મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.-૧૪,૦૬,૨૨૪/- નો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી સદરી પકડાયેલ ઇસમ તેમજ ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુધ્ધ ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન તેમજ બી.એન.એસ.ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ સરનામુ –

(૧) રોહીત ભોલેરામ પ્રજાપતિ, હાલ રહેવાસી-૧૧૩, હરીઓમ પાર્ક, પ્લેટીનમ કોમ્પ્લેક્ષની સામે, વટવા, અમદાવાદ મુળ રહેવાસી-ભીંડ, પદમાં પોલીસ્ટોર, ટોરન્ટ પાવરની બાજુમાં. તા.જી.ભીંડ મધ્યપ્રદેશ

(૨) શ્રવણકુમાર રમણલાલ ખરાડી, રહેવાસી-જીજવા ગામ, ઉપલાફલા, પોસ્ટ- બરોઠી, તા.બીંછીવાડા, જી.ડુંગરપુર, રાજસ્થાન

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :-

(૧) વિદેશીદારૂની પેટી નંગ-૧૪૧, કુલ બોટલ નંગ-૩૯૯૬, કુલ કિ.રૂ ૧૦,૬૬,૨૨૪/-

(૨) મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ ૧૦,૦૦0/-

(3) જ્યુપીટર ટુવ્હીલર કિ.રૂ 30,000/-

(૪) સ્વીફટ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

(૫) ચાવી નંગ-૨ કિ.રૂ.00/00

(૬) નંબર પ્લેટ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦

કુલ કિ.રૂ ૧૪,૦૬,૨૨૪/-

કામગીરી કરનાર અધિકારી કર્મચારી:-

(૧) પો.ઈન્સશ્રી એચ.પી.પરમાર

(૨) પો.સ.ઇશ્રી કે.કે.પાટડીયા

(૩) એ.એસ.આઈ ભરતસિંહ રણજીતસિંહ

(૪) અ.હે.કો મિલનકુમાર બળદેવભાઈ

(૫) હે.કો. પ્રવિણસિંહ દશરથસિંહ

(૬) પો.કો. વિરેન્દ્રસિંહ દિલીપસિંહ

(૭) પો.કો. આશિષસિંહ સર્વેશ્વરસિંહ

(૮) પો.કો. વિજયકુમાર દયારામ

(૯) પો.કો જયદિપસિં સહેન્દ્રસિંહ

(૧૦) પો.કો અનિલકુમાર પીથાભાઈ

રિપોર્ટર : રાવળ કમલેશ