અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ અંજાર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે હિતેશ વેલા બઢીયા રહે. મ.નં. ૪૩/એ,બાગેશ્રીનગર-૧,વર્ષામેડી સીમ તા.અંજાર તથા સમીર નરેશ સથવારા રહે. ૯/બી ભા૨તનગર ગાંધીધામ વાળાઓ સાથે મળી સફેદ કલ૨ની સ્વીફ્ટ કાર રજી.નં.૪૬૫ર વાળામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને આ વિદેશી દારૂનો જથ્થો સ્વીફ્ટ કારમાંથી ઉતારી બાગેશ્રીનગર-૧ હિતેશ વેલા બઢીયાના મકાનની સામેના ભાગે આવેલ ખંડેર મકાનમાં ખાલી કરી રહેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

આરોપીઓના નામ

(૧) હિતેશ વેલા બઢીયા રહે. મ.નં.૪૩/એ, બાગેશ્રીનગ૨-૧,વર્ષામેડી સીમ તા.અંજાર

(૨) સમીર નરેશ સથવારા રહે. ૯/બી,ભારતનગર ગાંધીધામ

દાખલ કરેલ ગુનાની વિગત-

અંજાર પો.સ્ટે.ગુ.ર.નં. ૦૩૬૧/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.