માંડવી થી ભુજ આવતા માર્ગે બાઈક અને કાર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત : બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

accident

copy image

accident
copy image

 માંડવી થી ભુજ આવતા માર્ગે બાઈક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી બાયઠનો સિદિક આજે બપોરે પોતાની બાઇક લઈને  માંડવીથી ભુજ આવી રહ્યો હતો. તે સમયે ગોડપર નજીક પ્રાઇડ રોક રિસોર્ટ પાસે પહોંચતા રોંગ સાઇડમાં પૂરપાટ આવતી બલેનો કારે આ બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બાનવમાં બાઈકચાલકને માથાં અને શરીરમાં ગંભીર ઇજાના પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.