ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગના બનાવમાં ફરાર થયેલ માલિકને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો

copy image

copy image

બનાસકાંઠા ખાતે આવેલ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગના બનાવમાં ફરાર થયેલ માલિકને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકો મોતને ઘાટ ઉતારી ઘયા છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર 18 શ્રમિકો બાદ વધુ 3 શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. ત્યારે આ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે  સાબરકાંઠા ઇડર મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. તેમજ વધુમાં માહિતી મળી રહી છે દીકરો પકડાયો છે કિન્તુ બાપ હજુ પણ ફરાર છે. તેમજ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.