મહારાષ્ટ્રના બુલઢાણામાં સર્જાયો ગોઝારો ત્રિપલ અકસ્માત : 5ના મોત 24 ઘાયલ
copy image

મહારાષ્ટ્ર ખાતે આવેલ બુલઢાણાના શેગાંવ ખામગાંવ હાઈવે પર ગોઝારો ત્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા તેમજ અન્ય 24 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ અકસ્માતનો ભોગ બની હતી. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા તેમજ 24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.