ગુંદાલા પાસે ટેન્કરે બાઈકને ટક્કર મારતાં યુવાનનું મોત:બે ઘાયલ

ગઈકાલે મુંદરાના ગુંદાલા પાસે માર્ગ ઓળંગતાં બાઈકને ટેન્કરે ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલા 21 વર્ષીય યુવાનનું કરુણ મોત થયું હતું, જ્યારે ચાલક અને અન્ય બે યુવાન ઘાયલ થયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે મૃતકના ભાઈ એ પ્રાગપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 1/10ના સવારે બાઈક જે ચલાવતો હતો અને તેની પાછળ એટલે વચ્ચે તથા છેલ્લે યુવાન બેઠો હતો. વડવાળા ટી હોટલની સામે કટ ઉપર બાઈક માર્ગ ઓળંગવા જતા પૂરપાટ બેદરકારીપૂર્વક આવતા ટેન્કરએ ટક્કર મારતાં યુવાન બાઈક પરથી ફેંકાઈ ટેન્કરના ટાયરમાં આવી જતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ચાલકને હેમરેજ જેવી ગંભીર ઈજા તથા પગમાં અસ્થિભંગની ઈજા પહોંચી છે. પોલીસે ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.