લાકડિયામાં યુવાન ઉપર ત્રણ આરોપીઓનો પાઈપથી હુમલો

ભચાઉના લાકડિયામાં કેબિન રાખવા મુદ્દે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી ત્રણ આરોપીઓ એક યુવાનને માર મારતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.સૂત્રો પરથી મળતી માહિતી સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ પર આશિષ હોટેલ ચલાવતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 30/9ના ફરિયાદી પોતાની કેબિન બનતી હતી ત્યાં મજૂરોને ચા આપવા ગયો હતો. ચા આપી ફરિયાદી પાછા આવતાં બાઈક ઉપર આરોપી તથા અન્ય બે અજાણ્યા શખ્સો એનાવિલ કંપનીની બાજુમાં આવ્યા હતા અને કેબિન મુદ્દે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી ફરિયાદી સાથે ઝઘડો કરી બાદમાં તેના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરાયો હતો. ઘવાયેલા યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાતાં તેના બે પગ તથા હાથની આંગળીમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે લાકડિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.