ખંભરામાં વેલજી મતિયા દાદાનાં મંદિરમાંથી દાનપેટીની ચોરીથી ચર્ચા

અંજાર તાલુકાના ખંભરા ગામે આવેલા વેલજી મતિયા દાદાનાં મંદિરમાં ઘૂસી નિશાચરોએ બે દાનપેટીની તથા તેમાં રહેલ રોકડ રૂા. 80000ની ચોરી કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી ચોરી કરનારા પાંચ જેટલા શખ્સ સી.સી.ટી.વી.માં કેદ થયા હતા. આ ચકચારી બનાવ અંગે ગાંધીધામના સેકટર-6માં રહેતા તથા મતિયાદેવ મદિર ટ્રસ્ટના પ્રમુખએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 16/9ના ફરિયાદી મોડી રાત્રે પોતાના ઘરે સૂતા હતા ત્યારે વેલજી મતિયા દાદાનાં મંદિરના ચોકીદારએ ફોન કરી મંદિરમાં બે દાનપેટી નજરે ન પડતી હોવાનું જણાવ્યું હતું, જેથી ફરિયાદી બીજા દિવસે સવારે ખંભરા ગામે આવેલા આ મંદિરે ગયા હતા. મંદિરમાં બાંધકામ ચાલુમાં હોવાથી હાલમાં કોઈ લોક-દરવાજા લગાવાયા નથી, પણ સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે.