અંજાર તાલુકાના વરસામેડીમાં સરકારી જમીન પરનું દબાણ દૂર
આરોપીનું નામ: જગા પંચાણ રબારી રહે વર્ષા મેડી ગામ અંજાર
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
વિવિધ 22 ગુનાઓ નોંધાયેલ છે જેમાં શરીર સંબંધી ગુનાઓ, ખંડણી માંગવાના ગુનો, એટોસિટી ના ગુનો, જમીન પચાવી પાડવાના ગુના, રાઇટીંગ વિગેરે ગુનાઓ દાખલ છે.
ડિમોલેશન નું સ્થળ: વર્ષમેડી ગામ તાલુકો અંજાર ના સરવે નંબર 890 પૈકી ની સરકારી જમીનમા ,ગોગા મહારાજ મંદિર ની બાજુમાં
આરોપી પોતાના આર્થિક ફાયદા સારું વર્ષમેડી ગામ તાલુકો અંજાર ના સરવે નંબર 890 પૈકી ની સરકારી જમીનમા ,ગોગા મહારાજ મંદિર ની બાજુમાં ગેરકાયદેસર સરકારી જમીન ઉપર ભેંસોનો અને ગાયોનો તબેલો કરેલ હતો અને પાકુ બાંધકામ કરેલ હતું અને પતરાના શેડનું બાંધકામ કરેલ હતું જે છે, જે સ્વેચ્છાએ તોડી પાડવામાં આવેલ છે અને સરકારી જમીન ઉપર નો કબજો ખાલી કરેલ છે