ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે બે ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સૂચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી, ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નવીનભાઇ જોષીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, એક મહિન્દ્રા પીકઅપ લોડીંગ ગાડી નંબર GJ 12 BZ 1750 વાળી જે ખાવડા થી ભુજ તરફ આવી રહી છે જે લોડીંગ ગાડીમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરેલ છે જે એલ્યુમીનીયમના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમીનીયમના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની પીકઅપ લોડીંગ ગાડી મળી આવતા તેમા (૧) ગની સીદ્દીક સમા ઉ.વ. ૩૫ રહે ધોરાવર (ખાવડા) તા.ભુજ રહે હાલે શાંતીનગર આશાપુરા નગર ભુજ તથા (૨) ભસીર હુસેન સમા ઉ.વ. ૩૧ રહે ઢઢી (ખાવડા) તા. ભુજ વાલ્મીકી વાસ લોટસ કોલોની ભુજ વાળાઓ મળી આવતા પીકઅપ ગાડીમાં ચેક કરતા એલ્યુમિનિયમના વાયરો જોવામાં આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા આ બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ નહી હોવાનુ જણાવેલ જેથી આ વાયરો કયા થી લાવેલ તે બાબતે યુકતી પ્રયુકતી પુછપરછ કરતા બન્ને ઇસમોએ જણાવેલ કે આજરોજ વહેલી સવારે અમે બન્ને તથા અમારી સાથે અસરફ મલુક સમા રહે ઢઢી તા. ભુજ તથા યુમ રાયબ સમા રહે ઢંઢી તા. ભુજ વાળા જે ખાવડા ખાતે આવેલ આર.ઇ. પાર્કમાં ચાલતા કંપનીમાં કામ કરે છે જેઓના કહેવા થી અમે બન્ને વહેલી સવારે આશરે ત્રણ થી ચારેક વાગ્યાના અરસામાં આ લોડીંગ પીકઅપ લઈને આર.ઈ. પાર્કમાં ગયેલ અને તેના અંદર તે બન્ને હાજર હોય અને તેઓએ અમોને ત્યા થી એલ્યુમીનેયમના વાયર ભરી આપેલ હતા અને અમો ને જણાવેલ કે તમો ભુજ આ વાયર લઈને જાઓ અમે અહીયા થી ભુજ આવી વાયરના વેચાણ માટે ગ્રાહક શોધી તમને કહેશું ત્યા ગાડી આપી આવજો તેવું બન્ને ઇસમોએ જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
- એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આશરે ૧૧૦૦ કી.ગ્રા. કુલ્લે કી.રૂ. ૧,૬૫,૦૦૦/-
- મહીન્દ્રા કંપનીની પીકઅપ રજી. નંબર GJ 12 BZ 1750 કી.રૂ. ૩,૦૦,૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ – ૦૨, કી.રૂ. ૧૦,૦00/-
- પકડાયેલ ઇસમો
- ગની સીદીક સમા ઉ.વ. ૩૫ રહે ધોરાવર (ખાવડા) તા.ભુજ રહે હાલે શાંતીનગર આશાપુરા નગર ભુજ
- ભસીર હુસેન સમા ઉ.વ. ૩૧ રહે ઢઢી (ખાવડા) તા. ભુજ વાલ્મીકી વાસ લોટસ કોલોની ભુજ
- પકડવાના બાકી ઇસમો
- અસરફ મલુક સમા રહે ઢંઢી તા. ભુજ
- કયુમ રાયબ સમા રહે ઢંઢી તા. ભુજ