ગાંધીધામના કિડાણામાં છોટા હાથી છકડો રિવર્સ આવતા 12 વર્ષનો બાળક છકડા નીચે ચગદાયો

copy image

copy image

 ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં રિવર્સ આવતા છોટા હાથી છકડાના ચાલકે 12 વર્ષના બાળકને હડફેટમાં લેતા આ માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 2-4ના સાંજના અરસામાં કિડાણાની સોસાયટીમાં રહેનાર બાળકે   સોસાયટીમાં રમી રહ્યો હતો. પિતાની છત્રછયા ગુમાવેલ આ બાળક સોસાયટીમાં હતો તે સમયે છોટા હાથીનો ચાલક સોસાયટીમાં પાણી આપવા આવ્યો હતો. બાદમાં છકડાના ચાલકે અચાનક પોતાનું વાહન રિવર્સમાં લેતા ત્યાં રમી રહેલા લકીને હડફેટમાં લીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે છકડા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.