શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ અમદાવાદમાં ચાંગોદર ખાતે મેટરના પ્રથમ વિશ્વ-સ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ઉદઘાટન કર્યું

મેટરની મેન્યુફેક્ચરિંગ ઉત્કૃષ્ટતા, ઝડપ અને ઇનોવેશન સાથે મોબિલિટી પરિવર્તનની ખાતરી
મેટરે ઝડપી ઉત્પાદન અને ટકાઉ મોબિલિટીની દિશામાં તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં આજે અમદાવાદના ચાંગોદરમાં તેના વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ગૌરવભેર ઉદઘાટન કર્યું હતું. શ્રી. ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરાયેલી આ સુવિધા ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા યુગની શરૂઆત કરે છે. ઉત્પાદનમાં શ્રેષ્ઠતાને પ્રેરિત કરવા, ઝડપી ઉત્પાદન તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરાયેલું આ હબ વિશ્વના પ્રથમ મેન્યુફેક્ચર્ડ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઇક મેટર એરા (MATTER AERA) ડિલિવર કરવામાં તેમજ ટકાઉ મોબિલિટીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના માનનીય સંસદસભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકિયા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો, ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટરની લીડરશીપ ઉપસ્થિત રહી હતી.