ચોપડવા નજીક ટ્રેઇલર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં આધેડ મહિલાનું મોત
copy image

ચોપડવા નજીક પાછળથી આવતાં ટ્રેઇલરની ઝાપટથી બાઇકસવાર આધેડ મહિલા નીચે પટકાયા હતા બાદમાં પાછળથી આવતાં અન્ય કન્ટેઇર-ટ્રેઇલરના પૈડાં મહિલા પરથી ફરી વળતાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગોઝારો અકસ્માત ચોપડવા નજીક સર્જાયો હતો. ગત તા. 31-3ના સાંજે ભચાઉમાં રહેનાર ફરિયાદી એવા સુલેમાન ઇશા ખલીફા અને તેમના પત્ની શેરબાનું બાઇક પર જૂની મોટી ચીરઇ વરાઇપીરના મેળામાં ગયા હતા. ત્યાથી પરત આવતી વેળાએ ચોપડવા નજીક પહોંચતાં પુરપાટ આવતા કન્ટેનર ટ્રેઇલરની ઝાપટ લાગતાં બાઇક પર બેઠેલા મહિલા નીચે પટકાયા હતા અને બાદમાં પાછળથી આવતાં અન્ય કન્ટેઇર-ટ્રેઇલરના પૈડાં મહિલા પરથી ફરી વળ્યા હતા. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે આ મહિલાનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.