ખવાડા માર્ગે નેનો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ભુજના શિક્ષકનું મોત

copy image

copy image

ખાવડા માર્ગ પર વેકરિયાના રણ અને ભીરંડિયારા વચ્ચે ગત દિવસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ભુજના યોગ શિક્ષકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની સંસ્કાર સ્કૂલમાં યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતભાગી હિતેશ કપૂર બપોરના સમયે પોતાની કારથી એગ્રોસેલ કંપનીમાં યોગની તાલીમ આપવા જઈ રહયા હતા તે સમયે   વેકરિયાના રણ નજીક ગોગા  મંદિર નજીક પહોંચતા ડમ્પરની ટક્કર લગતા આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે, આગળના ભાગેથી કારનો ડૂચો વળી ગયો હતો. ધડાકા સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઈ હતી. આ બનાવમાં કાર ચાલક યોગ શિક્ષકનું ગંભીર ઇજાઓના પગલે મોર નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.