ભચાઉના કડોલમાંથી બોગસ ડોકટરની થઈ ધરપકડ

doctor

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ કડોલમાંથી પોલીસે એક બોગસ ડોકટરને દબોચી લીચો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને  ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કડોલ ગામમાં રામમંદિર નજીક આશીર્વાદ ક્લિનિક નામનું દવાખાનું બનાવી લોકોની દવા કરનારા શખ્સ પાસે કોઈ જાતની ડિગ્રી નથી. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અહીથી  સનેસડા, ભાભર, બનાસકાંઠાના બળદેવ તલાજી ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.