મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ રબારીનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કાંડાગરા ગામના રાજુભા જાડેજા તથા ભગીરથસિંહ ઉર્ફે દિપક રાઠોડ વાળોઓ મોટા કાંડાગરા ગામમા આવેલ પંચમુખી હનુમાનજી મંદીરની સામે આવેલ ભંડારી કોલોનીમા દુકાનની બાજુ વાળી ગલીમા આવેલ ઓરડીની અંદર ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. અને હાલે આ જથ્થો સગે વગે કરવાની ફિરાકમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા હિમાંશુ દુર્ગાનંદ મિશ્રા ઉ.વ.૨૩ રહે ભંડારી કોલોની મોટા કાંડાગરા તા-મુંદરા કચ્છ મુળ રહે ગામ-દાર્મોડરપુર તા-બેનીપટી જી-મધુબની બિહાર વાળો હાજર મળી આવેલ તેમજ રાજુભા જાડેજા તથા ભગીરથસિંહ ઉર્ફે દિપક રાઠોડ બન્ને ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ અને હકીકત વાળી જગ્યાએથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે તમામ મુદામાલ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ

ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- ૧૦૬, કી.રૂા.૬૭,૩૪૨/-

હાજર મળી આવેલ ઇસમ

હિમાંશુ દુર્ગાનંદ મિશ્રા ઉ.વ.૨૩ રહે ભંડારી કોલોની મોટા કાંડાગરા તા-મુંદરા કચ્છ મુળ રહે ગામ-દાર્મોડરપુર તા-બેનીપટી જી-મધુબની બિહાર

હાજર નહી મળી આવેલ ઇસમ

રાજુભા જાડેજા રહે. કાંડાગરા તા.મુંદરા
ભગીરથસિંહ ઉર્ફે દિપક રાઠોડ રહે. કાંડાગરા તા.મુંદરા