જિલ્લા ભાજપ દ્વારા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ નો સૌથી મોટો પક્ષ અને આજે કેન્દ્રમા અને ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં જેની સરકાર છે એવી ભારતીય જનતા પાર્ટીના 46 મા સ્થાપના દિવસની કચ્છ જિલ્લા ભાજપ દવારા પક્ષનો ધ્વજ લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. 6 એપ્રિલ 1980 ના દિવસે ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થઇ હતી.

પાર્ટીના સ્થાપના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી .

કચ્છ જિલ્લામા પણ કચ્છ કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિમાં જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ દવારા ઉમંગભેર ઉજવણી કરવામા આવી હતી.

ક્ચ્છ કમલમ ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને કાર્યાલય ને શણગારવા સાથે બધાને મીઠુ મોઢું કરાવી સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી.

જિલ્લાના દરેક મંડળોમાં પણ સ્થાપના દિવસની ઉજવણી મંડળ પ્રમુખ, ધારાસભ્યો, આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી તેમજ મારો પરિવાર ભાજપા પરિવાર ના નારા લગાડી કાર્યકર્તાઓ દવારા પોતાના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આ સંદર્ભે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પાર્ટીના ઇતિહાસ વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે 1951 માં જનસંઘ થી શરૂઆત કરી ત્યારબાદ 1977 માં જનસંઘમાંથી જનતા પાર્ટી માં વિલીન થઇ મોરારજીભાઈ દેસાઈ ની આગેવાની હેઠળ સરકાર બનાવી હતી.અને ત્યારબાદ 1980 માં જનતા પાર્ટી માં સામેલ જનસંઘના સભ્યોએ અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના કરવામાં આવી હતી.
વિશેષ માં શ્રી વરચંદે જણાવ્યું હતું કે 1984 માં પ્રથમ વખત પક્ષ તરીકે લડતા ભાજપને 2 બેઠક મળી હતી, 1989 માં 88 બેઠક મેળવી રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવી હતી. 1996 માં 13 દિવસ અને 1998 માં અટલજીના નેતૃત્વ માં એનડીએ ની સરકાર બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ 2004 અને 2009 માં કોંગ્રેસ ની સરકાર રહ્યા બાદ 2014 અને 2019 બાદ 2024 માં પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ની આગેવાનીમાં એનડીએ ની સરકાર પૂર્ણ બહુમત સાથે સતા પર છે તેમ જણાવી ભાજપા સતા માટે નહી લોકોના હિત માટે કામ કરતો પક્ષ છે અને સૌને સાથે રાખી સૌનો વિકાસ થાય તેવી વિચારધારા ધરાવતો પક્ષ હોવાનું જણાવ્યું હતું.

ક્ચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ આ અંગે જણાવ્યું કે માં ભારતી ને પરમ વૈભવ પર પહોંચાડવાના લક્ષ્ય અને હંમેશા લોકોપયોગી કાર્યો કરવાની ભાવના સાથે શુન્ય માંથી આગળ વધી આજે એક વિરાટ વટવૃક્ષ બની ભારતીય જનતા પક્ષ વિશ્વના સૌથી મોટી પક્ષ તરીકે ઉભરી આવ્યો છે ત્યારે તેમાં લાખો કરોડો આગેવાનો, કાર્યકર્તાઓ ની મેહનત અને નિષ્ઠા ને આભારી છે અને આગામી દિવસોમાં પણ નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત બનાવવા સૌ કાર્યકર્તાઓ ને કામે લાગી જવા જણાવ્યું હતું

સ્થાપના દિવસના કાર્યક્રમ મા જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહીત જિલ્લા ભાજપના રાહુલભાઈ ગોર,શીતલભાઈ શાહ,વિજુબેન રબારી,પ્રફુલસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠકકર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ તાપસભાઈ શાહ, અનુ સૂચિત જાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ હાથી, બક્ષીપંચ મોરચા પ્રમુખ માવજીભાઈ ગુંસાઈ, લઘુમતી મોરચા પ્રમુખ આમદભાઈ જત સહીત જિલ્લા ના આગેવાનો, ભુજ શહેર અને તાલુકા ભાજપ ના હોદેદારો આગેવાનો, વિવિધ મોરચાના આગેવાનો, નગરપાલિકા-તાલુકા પંચાયતના ના હોદેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની સંયુક્ત યાદીમાં જણાવાયુ હતું.