દરરોજ છ થી સાત રોમાંચક મેચો, ઉત્સાહ અને રોમાંચ માટે લાઇવ દર્શન સાંસદ કિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ૫૨૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા
દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ
અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના – દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી
વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.
આ સાથે તારીખ ૦૬/૦૪/૨૦૨૫ના બત્રીસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ સ્કાય વોરીયર્સ અને ફન કલ્બ A
ઇલેવન વચ્ચે રમાઇ જેમાં સ્કાય વોરીયર્સ ઇલેવન ની જીત થઇ હતી. બીજી મેચ RCB ઇલેવન ભુજ અને ફન કલ્બ B
ઇલેવન માધાપર વચ્ચે રમાઇ જેમાં ફન કલ્બ B ઇલેવન માધાપર ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ક્રિશ્ના ઇલેવન
ગોડપર અને મુરલીધર ઇલેવન સુગારીયા વચ્ચે રમાઇ હતી. જેમાં મુરલીધર ઇલેવન સુગારીયા વિજેતા થઇ હતી. ચોથી
મેચ રામેશ્વર ઇલેવન ભેરૈયા અને શ્રી જોગમાયા ઇલેવન નેત્રા વચ્ચે રમાઇ જેમાં શ્રી જોગમાયા ઇલેવન નેત્રા ની જીત
થઇ હતી. પાંચમી મેચ KPP ઇલેવન ખાવડા અને બારણ કૃપા ઇલેવન સણોસરા વચ્ચે રમાઇ જેમાં બારણ કૃપા
સણોસરા ની ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ બુમ બુમ ઇલેવન અને રાઇઝીંગ ઇલેવન સ્ટાર વચ્ચે રમાઇ જેમાં બુમ
બુમ ઇલેવન ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ ધક બુસટ 2 ઇલેવન અને અરમાન ફોટો ઇલેવન વચ્ચે રમાઇ જેમાં
અરમાન ફોટો ઇલેવન ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહાનુભવો માં કચ્છ લોકસભા સંસદ સભ્યશ્રી
વિનોદભાઇ ચાવડાજી સાથે સર્વશ્રી શૈલેન્દ્રસિહ જાડેજા, ભીમજીભાઇ જોધાણી, શ્રીમનીષભાઇ બારોટ, કમલભાઇ ગઢવી,
નરેશ મહેશ્વરી, દીપક સિજુ, પ્રફુલસિંહ જાડેજા, જીતુભા ઝાલા, વિરમભાઇ આહીર, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ ચૌહાણ,
દીપકભાઇ ડાંગર, મોહનભાઇ ચાવડા તથા સર્વશ્રી નામી અનામી મહેમાનો સાથે જુરી કમિટીના સભ્યો વિગેરે હાજર રહ્યા
હતા.