મુંદ્રાના કાંડાગરામાંથી દારૂની 106 બોટલ સાથે એકની ધરપકડ
copy image

મુંદ્રા ખાતે આવેલ મોટા કાંડાગરામાંથી દારૂની 106 બોટલ સાથે એક શખ્સને એલ.સી.બી.એ દબોચી લીધો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કાંડાગરાના રાજુભા જાડેજા તથા ભગીરથસિંહ ઉર્ફે દીપક ખેંગારજી રાઠોડ નામના શખ્સે મોટા કાંડાગરામાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરની સામે આવેલી ભંડારી કોલોનીમાં ઓરડીની અંદર દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધરે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી શરાબની બોટલ નંગ 106 કિં. રૂા. 67,342 સાથે આરોપી શખ્સને દબોચી લીધો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.