ખાવડાના આર. ઇ. પાર્કમાં ટ્રાન્સફોર્મર પર ફીડરનાં કામ દરમ્યાન નીચે પટકાતાં યુવાનનું મોત

body

copy image

copy image

ખાવડાના આર. ઇ. પાર્કમાં ગત દિવસે સાંજે એક જીવલેણ બનાવ બન્યો હતો જેમાં 25 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશનો  25 વર્ષીય શ્રમિક યુવાન દીપચંદ તારચંદ પટેલ ગઇકાલે સાંજે ખાવડાના આર.ઇ. પાર્કમાં પાવરગ્રીડ કંપનીના પેટાની બી.એચ.ઇ.એલ. કંપનીના ટ્રાન્સફોર્મર પર ફીડરનાં કામ માટે ચડેલ હતો. તે સમયે ટ્રાન્સફોર્મરનો વચ્ચેનો ભાગ તૂટી જતાં આ યુવાન પટકાયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.