લખપતના નરામાં એકલવાયાં જીવનથી કંટાળી 66 વર્ષીય વૃદ્ધે એસિડ ગટગટાવ્યું
copy image

લખપત ખાતે આવેલ નરામાં એકલવાયાં જીવનથી કંટાળી 66 વર્ષીય વૃદ્ધે એસિડ ગટગટાવી લઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાના નરા ગામે રહેતા 66 વર્ષીય સુમાર વેલજી મહેશ્વરી નામના વૃદ્ધએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગીએ એકલવાયાં જીવનથી કંટાળી ગત તા. 4-4ના સવારે બાથરૂમ સાફ માટે રાખેલ એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.