રાજ્યમાંથી બોગસ ડોક્ટર મળી આવવાનો સિલસિલો યથાવત : રાજકોટમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું
copy image

રાજ્યમાંથી બોગસ ડોક્ટર મળી આવવાનો સિલસિલો યથાવત રહી જવા પામ્યો છે ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે રાજકોટમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટમાં SOG પોલીસે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કામ કરતી એક મહિલાને ઝડપી પાડી છે. આ મહિલા સીતાજી ટાઉનશિપમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી હતી. તે એક ગર્ભ પરીક્ષણ માટે 16 હજાર રૂપિયા લેતી હતી અને ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલોની પણ મદદ લેતી હતી. ત્યારે SOG પોલીસે આ ઓપરેશનને સફળ બનાવવા માટે ડમી ગ્રાહક મોકલી વ્યૂહરચના બનાવી આ મહિલાની અટક કરી હતી. તેમજ આ મહિલાની ધરપકડ કરી અને સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.