ભચાઉના ચીરઇ નજીક આવેલા લાકડાંના બેન્સામાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ધોડદામ : સદભાગ્યે કોઈ જાનહાની નહીં પરંતુ લાખોનું નુકશાન

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ ચીરઇ નજીક આવેલા લાકડાંના બેન્સામાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચીરઇ નજીક ધોરીમાર્ગ નજીક આવેલ આકાશ ઇન્ડસ્ટ્રીઝ નામના લાકડાંના બેન્સામાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે વસાહતમાં રહેતા શ્રમિકોમાં આગના બનાવને પગલે દોડધામ મચી હતી. બનાવને પગલે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરેલ હતો પરંતુ આગ બેકાબૂ બનતા અગ્નિશમન દળોને જાણ કરવામાં આવેલ હતી. બનાવને પગલે અગ્નિશમન દળની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ઉપરાંત ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ત્રણ-ચાર કલાકના પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બેન્સામાં રહેલા વિદેશી લાકડાં, શેડ વગેરે સળગી જતાં લાખોનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.