R.T.I Act નો ખોટો દુરુપયોગ કરી પત્રકાર તેમજ આર.ટી.આઈ.એકટીવિસ્ટના નામે વેપારી પાસે બળજબરી પુર્વક ખંડણી માંગતા ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી પુર્વ કચ્છ પોલીસ

મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય તથા મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, કચ્છ-ભૂજનાઓ तथा મહે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર નાઓએ, R.T.I. Act હેઠળ નાગરીકોના અલગ-અલગ વ્યવસાયના વેપારીઓ (કન્સ્ટ્રકશન, હોટલ,ટ્રાન્સપોર્ટ,પ્રદુષણ બોર્ડ વિગેરે) વ્યવસાયો બાબતે કેટલાક ઇસમો દ્રારા ખોટી ખોટી R.T.I. ના નામે અરજીઓ ડરી કાયદાનો દુરૂપયોગ કરી આ માહિતીને ન્યુઝ પેપરમાં ખોટા સમાચારનો પ્રચાર પ્રસાર કરી, બદનામ કરશું તેવી અથવા અન્ય કોઈ પણ ખોટી રીતે હેરાન-પરેશાન કરી બળજબરી પૂર્વક પૈસા કે ખંડણી માંગતા તત્વો વિરુધ્ધ નિડર થઇ પોલીસ સમક્ષ આવી જાણ કરી આવા તત્વો વિરુધ્ધ ફરીયાદ આપવા નાગરીકોને અપીલ કરેલ, જે અન્વયે અંજાર પો.સ્ટે. ખાતે ઉપરોકત હકિકત મુજબ રજુઆત મળતા તાત્કાલિક ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પો.સ્ટે. ગુ.ર.નં.તથા

કલમ

અંજાર પો.સ્ટે.ગુ.૨.નં ૧૧૯૯૩૦૦૩૨૫૦૩૮૮/૨૦૨૫ બી.એન. એસ. ક્લમ ૩૦૮(૫),૩૦૮(૬),૧૧૫(૨),૨૯૬ (ખ),૩૫૧(૩) મુજબ

આરોપીનું નામ

રોશન અલી સાંધાણી રહે મોટી નાગલપર તા. અંજાર

ગુનાની ટુંડ વિગત

આ કામેના આરોપીએ ફરીયાદીના ભેડીયે જઈ ભેડીયામાં થતા ખોદકામના તથા મશીનરીના ફોટો ગ્રાફી તથા વિડીયોગ્રાફી કરી ખંડણી માંગેલ જેની ફરીયાદીએ ખંડણી આપવાની ના પાડતા આરોપીએ આ ફોટો ન્યુઝ પેપરમાં પ્રકાશિત કરવાની અને ભેડીયો બંધ કરાવી નાખવાની ધમડી આપી રૂ.૫૦૦૦/- બળઝબરીથી કઢાવી લીધેલ.