હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી ઝડપાયો

hathkadi

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા તુણાના આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ   કંડલા મરીન પોલીસ મથકે તુણા ગામના અસગર અયુબ જુણેજા નામના શખ્સ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધયેલ હતો. આ શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો ત્યારે પૂર્વ કચ્છ એલસીબીએ આ શખ્સને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.