ગાગોદરમાંથી 53 હજારની રોકડ સાથે છ ખેલીઓની અટક
copy image

રાપર ખાતે આવેલ ગાગોદરમાંથી છ જુગાર રમતા ઈશમોને પોલીસે દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ગાગોદરના પ્રજાપતી વાસમાં ખુલ્લી શેરીમાં જાહેરમાં તીનપતનો જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અને અહીથી છ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 53,950 સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.