ગાંધીધામમાંથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ઈશમને પોલીસે દબોચ્યો

copy image

copy image

ગાંધીધામમાંથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ઈશમને પોલીસે દબોચી લીધો છે. ઉપરાંત આ પ્રકરણમાં દુબઈના બે આરોપીના નામ ખૂલ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગાંધીધામ ઓમ સિનેમા ચાર રસ્તા નજીક કોઈ ઈશમ મોબાઈલમાં ઓનલાઈન વેબસાઈટ ઉપર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો. તે દરમ્યાન પોલીસે આ આરોપી ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સએ પોતાની માસ્ટર આઈ.ડી થી  જુદા જુદા લોકોને  આઈ.ડી  આપી  ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતો હતો.વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ    પકડાયેલા આ આરોપીએ  દુબઈના બે શખ્સો પાસેથી માસ્ટર આઈ.ડી મેળવી હતી.  આઈ.ડી આપવાના 27 ટકા લેખે આઈ.ડી આપનાર આ બંને આરોપી પાસેથી રૂપિયા બનાસકાંઠા મર્કેટાઈલ બંકેમાં  મેળવતો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.