પ્રાગપર નજીકથી 17 હજારના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
copy image

પ્રાગપર ચાર રસ્તા નજીકથી 17 હજારના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પ્રાગપર ચાર રસ્તા નજીક આવેલી ચામુંડા હોટેલની પાછળના વાડામાં કોઈ ઈશમ દારૂ વેચી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આ સ્થળ પરથી 17 હજારના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઈશમને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.