ભુજમાં બેન્કના કેશ કાઉન્ટર પાસે ઊભેલા વડીલના રૂા. 1.50 લાખ સેરવાયા

copy image

copy image

ભુજમાં બેન્કના કેશ કાઉન્ટર પાસે ઊભેલા વડીલના રૂા. 1.50 લાખ સેરવી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ શુક્રવારે શહેરના હોસ્પિટલ રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના કેશ કાઉન્ટર પર બન્યો હતો. અહી નિવૃત્ત 63 વર્ષીય વડીલની ડિસ્પોઝલ બેગમાં કાપો મારી રોકડા રૂા. 1.50 લાખ સેરવી લીધા હતા. આ મામલે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર 63 વર્ષીય નિવૃત્ત ધર્મેશભાઇ તુલસીદાસ ચોથાણી નિવૃત્તિના સમયમાં મામાના દીકરા જેકી ઠક્કરની જોલી ઓટો કન્સલ્ટન્ટની ઓફિસ ખાતે બેસે છે. ગત તા. 11/4ના ઓફિસેથી નીકળી બપોરના સમયે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં પત્નીના ખાતામાં  રૂા. 1,50,000 ભરવા લાઇનમાં ઊભા હતા. બાદમાં  કાઉન્ટર પર નાણાં ભરવા બેગ ખોલતાં તેમાં પૈસા ગાયબ જણાયા હતા. આસપાસ તપાસ કરતાં ક્યાય પૈસા જોવા મળી આવેલ ન હતા. ઉપરાંત લાઈનમાં પાછળ ઊભેલી બે મહિલા પણ  હાજર મળી આવેલ ન હતા. ફરિયાદીએ પરત ઓફિસે જઇ તપાસ કરતાં બેગમાં બ્લેડ જેવી વસ્તુથી બેગ કપાયેલી જોવામાં આવી હતી.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.