રાપરનાં પ્રાગપર નજીક ધોરીમાર્ગ પર બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બેનાં મોત બે ઘાયલ
copy image

રાપરનાં પ્રાગપર નજીક ધોરીમાર્ગ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બેનાં મોત થયા હતા તેમજ અન્ય બે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/4ના રાપર ખાતે આવેલ ડાભુંડાના અમરશીભાઈ પોતાની બાઈક પર તેમની પત્ની મંગુબેનને લઈ ડાભુંડાથી ભુટકિયા જઈ રહ્યા હતા, તે દરમ્યાન પ્રાગપર નજીક નંબરપ્લેટ વિનાની બાઈકના ચાલક મેહુલભાઈએ તેના કબજાની બાઈક પૂરપાટ અને બેદરકારીથી ચલાવી આ બાઈક સાથે અથડાવી હતી. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ અમરશીભાઈ અને મેહુલભાઈનાં સારવાર દરમ્યાન મોત નીપજ્યાં હતાં, જ્યારે મંગુબેન અને સાહેદ પ્રભુભાઈ નાગજીભાઈ ઘાયલ થયાં હતાં.આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.