ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુના કામે છેલ્લા વીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમા૨ સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૦૩/૨૦૦૪ ઈ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૫૧૧ મુજબના ગુના કામે છેલ્લા વીસ વર્ષથી નીચે જણાવ્યા મુજબના નાસતા ફરતા આરોપીને દાહોદ હાઇવે રોડ પર આવેલ કતવારા ગામ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામ

પપ્પુ સડીયાભાઈ બાબેરીયા ઉ.વ.૪૨ ૨હે. વડબારા,માતા ફળીયુ તા.જી.દાહોદ

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પો.સ.ઇન્સ. ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.