ભુજના શેખપીર દરગાહની પાછળ “ચુડા મરચા”ના સ્ટોલ નજીક પાર્કિંગમાં આઈસર ટ્રકમાંથી માદક પદાર્થ એમ.ડી ડ્રગ્સ ૧૭ ગ્રામ સાથે બે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન તા.૨૦/૦૪/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જીનાં પો.હે.કો. રઘુવિરસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા, નાઓને મળેલ સયુંકત ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી શેખપીર ત્રણ રસ્તા, દરગાહની પાછળ આવેલ “ચુડા મરચા” ના સ્ટોલની બાજુમાં પાર્કિંગમા આરોપીના કબ્જાની આઈસર ટ્રકમાંથી માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્સ ૧૭ગ્રામ નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત મજકૂર આરોપીઓ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ જેનૂ વજન ૧૭ ગ્રામ, કિ.રૂ.૧,૭૦,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ ૦૨ જેની કિ.રૂ. ૧૩,૦૦૦/-
(૩) રોકડા રૂ. ૨૦,૯૮૫/-
(૪) આઇસર ટ્રક-૧ કિં-રૂ-૧૫,૦૦,૦૦૦/-
કુલ્લ કી.રૂ. ૧૭,૦૩,૯૮૫/-
પકડાયેલ આરોપીઓ
. (૧) કરીમ સીધીક મમણ,ઉ.વ-૩૨ રહે નાના વરનોરા તા ભુજ કચ્છ
(૨) હરેશ વાલજી કેરાસીયા,ઉ.વ ૩૪,રહે-ઝીંકડી તા-ભુજ કચ્છ
પકડાયેલ આરોપીઓનો પૂર્વ ઇતિયાસ:-
આરોપીનં.(૧)અગાઉ માધાપર પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૩૩૮/૨૦૨૪ ઇ.પી.કો ક-૩૬૩,૩૬૬ મુજબ તથા આરોપી નં.(૨) અગાઉ માધાપર પોસ્ટે પાર્ટ બી ગુ.ર.નં-૪૭૩/૨૦૨૨ જુગાર ધારા ક-૧૨ તથા પધ્ધર પોસ્ટે પાર્ટ બી ગુ.ર.નં-૬૦૯/૨૦૨૦ જુગાર ધારા ક-૧૨ મુજબ ગુના દાખલ થયેલ ๒.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી તથા એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા પો.હે.કો. રઘુવિરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ડ્રા.મહિપતસિંહ સોલંકી તથા પો.કોન્સ. દિનેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા.