“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ પર થયેલ રોકડ રકમની ચોરીના ગુન્હાને અંજામ આપનાર રીઢા ચોરને ગણતરીના કલાકોમા પકડી પાડતી પધ્ધર પોલીસ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાશ સુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ,ભુજ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સુચના આપેલ હોઇ.
જે અનુંસધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચના અનવ્યે પોલીસ સ્ટાફના માણસો પો સ્ટે વિસ્તારમા ઉખડમોરા રસ્તા પાસે પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ વી જાડેજા તથા પો.હેડ.કોન્સ. વિરેંદ્રસિંહ બી પરમાર તથા નીલેશભાઈ પી ચૌધરી નાઓને સંયુકત રીતે અંગત બાતમીદારો પાસેથી બાતમી હકીકત મળેલ કે, પધ્ધર પો સ્ટે એ ગુ.ર.ન ૨૩૭/૨૦૨૫ બી એન એસ કલમ ૩૦૫(અ), ૩૩૧(૪) ના ગુન્હા કામે રીઢો ગુનેગાર પોપટ વેલા કોલી જે ઉપરોકત ચોરીમા ગયેલ મુદામાલ સાથે મોખાણા રાયપર ખોખરા ગામની સીમમા આવેલ કોલસાની બીનઉપયોગી ભઠ્ઠી પાસે બાવળોની ઝાડીમા છુપાયેલ હોવાની સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા સદર જગ્યાએ પહોંચી બાતમી વાળો ઇસમ હાજર હોઇ જેને કોર્ડન કરેલ અને ગુન્હાની કબુલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ:-
પોપટ વેલા કોલી ઉ.વ ૩૨ રહે ધમડકા તા- અંજાર
મળી આવેલ મુદામાલ
રોકડ રૂપીયા – ૩૫૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ ૦૧ – ૧૦,000/-
- શોધાયેલ ગુન્હો
(૧) પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ ફસ્ટ ગુ.ર.ન ૨૩૭/૨૦૨૫ બી એન એસ કલમ ૩૦૫(અ), ૩૩૧(૪) મુજબ
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(૧) કંડલામરીન પો.સ્ટે.પાર્ટ એ. ગુ.ર.ન .૨૦/૧૫ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૪.૪૫૭ મુજબ.
(૨) પધ્ધર પો. સ્ટે. પાર્ટ સી. ગુ.ર.ન .૨૦૨/૨૦૧૭ પ્રોહી ક ૬૫ (ઇ), મુજબ.
(3) પધ્ધર પો. સ્ટે. પાર્ટ સી. ગુ.ર.ન. ૧૯/૨૦૧૮ પ્રોહી ક ૬૫ (ઇ) ૬૫ એફ,, મુજબ.
(૪) પધ્ધર પો સ્ટે. પાર્ટ એ. ગુ.ર.ન.૪૧/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૮૦.૪૫૪.૪૫૭, મુજબ.
(૫) પધ્ધર પો સ્ટે. પાર્ટ એ. ગુ.ર.ન.૬૪/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ.
(૬) પધ્ધર પો સ્ટે. પાર્ટ એ. ગુ.ર.ન.૬૭/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૮૦.૪૫૭, મુજબ.
(૭) દુધઇ પો સ્ટે પાર્ટ સી ગુ.ર.ન ૬૭/૨૦૨૦ પ્રોહી ક, ૬૫ એફ મુજબ
(૮) દુધઇ પો સ્ટે પાર્ટ સી ગુ.ર.ન ૧૮૫/૨૦૧૯ પ્રોહી ક, ૬૬ (૧) બી મુજબ
૯) દુધઇ પો સ્ટે પાર્ટ સી ગુ.ર.ન ૧૦૬/૨૦૧૯ પ્રોહી ક, ૬૫ એફ મુજબ
( (૧૦) દુધઈ પો સ્ટે. પાર્ટ એ. ગુ.ર.ન.૨૭૬/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ.
કામગીરી કરનાર:-
આ કામગીરીમાં પો.ઇન્સ. એ.જી.પરમાર સાહેબ તથા એ.એસ.આઈ. મહેંદ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઇ પુથ્વીરાજસિંહ જાડેજા તથા પો હેડ કોન્સ વિરેન્દ્રસિંહ પરમાર તથા નિલેષભાઇ ચૌધરી તથા વિનોદભાઇ વસાવા તથા શિવરાજસિહ રાણા તથા પો.કોન્સ. બળદેવભાઇ રબારી નાઓ જોડાયેલ હતા.