R.T.I. ACTનો દુરપયોગ કરી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક રૂ.૫,૦૦,૦૦૦/-ની ખંડણી કરનાર ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી રાપર પુર્વ કચ્છ પોલીસ

મે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય તથા મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા ખોટી -ખોટી આર.ટી.આઈ.ના નામે અરજીઓ કરી કાયદાનો દુરપયોગ કરી લોકોને કનડગત કરતા હોય તેવા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના હોઈ જેથી આજરોજ રાપર પોલીસ દ્વારા આર.ટી.આઈ. ઈસમ હરેશ નામેરીભાઇ રાઠોડ રહે.આરોગ્યકેન્દ્રની સામે રાપર તા.રાપર જી.કચ્છ વાળા વિરૂધ્ધમાં રૂ.૫,૦૦,૦૦૦/-(પાંચ લાખ રૂપિયા) ની ગે.કા.રીતે માંગણી કરી અને જો ફરીયાદી રૂ.૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ રૂપિયા) ન આપે તો ખોટા કેશો માં ફસાવી દેવાની તથા જામીન રદ કરાવવા ની ધમકી આપી ખંડણી કર્યા બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- અસામાજિક તત્વો (આરોપી)ઓનું નામઃ-
હરેશ નામેરીભાઇ રાઠોડ રહે.આરોગ્યકેન્દ્ર ની સામે, રાપર તા.રાપર જી. કચ્છ
♦ ગુનાની વિગત:-
રાપર પો.સ્ટે.ગુના રજી. નં.૧૧૯૯૩૦૧૦૨૫૦૧૩૩/૨૫ બી.એન.એસ.ક૩૦૮(૨),૩૫૧(૧) મુજબ
- ગુનાની ટુંકી વિગતઃ-
આ કામના ફરીયાદી ના વિરુધ્ધ દાખલ થયેલ ગુનાની પતાવટ કરવા માટે આ કામેના આરોપીએ ફરીયાદી ની પાસે પાંચ લાખ રૂપિયા ની ગે.કા.રીતે માંગણી કરી અને જો ફરીયાદી પાંચ લાખ રૂપિયા ન આપે તો ખોટા કેશો માં ફસાવી દેવાની તથા જામીન રદ કરાવવા ની ધમકી આપી ગુનો કર્યા બાબત.
આરોપી હરેશ નામેરીભાઇ રાઠોડ વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગતઃ-
(૧) રાપર પો.સ્ટ. ગુ.ર.નં-૦૦૪૯/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૨૩ વિ. મુજબ
(૨) સોલા હાઈકોર્ટ પો.સ્ટ. ગુ.ર.ન.૦૨૫૧/૨૦૧૭ ઇ.પી.કો કલમ-૪૨૦,૪૬૫ વિ.મુજબ
(૩) રાપર પો.સ્ટ. ગુ.ર.ન.૧૧૯૯૩૦૧૦૨૩૦૨૧૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ- ૩૯૫,૩૨૩, ૫૦૬(૨),૧૨૦-બી વિ મુજબ
(૪) રાપર પોસ્ટે ગુ.ર.ન. ૦૧૩૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ – ૧૮૯(૨) ૧૮૯(૪) ૧૯૧(૨) ૧૯૦ ૨૯૬(ખ) ૩૫૧(૩) ૧૨૧(૧) ૭૪ ૨૨૧ ૨૨૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫
(૫) રાપર પોસ્ટે ફ.ગુ.ર.ન ૫૮/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૨૨૪
♦ કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓ
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઈ.શ્રી એસ.વી.કાતરીયા તથા રાપર પોલીસ સ્ટાફ દ્રારા સદર કામગીરી કરવામાં આવેલ છે.