ઓનલાઇન નાણાકિય છતરપીંડીમા ગયેલ પુરેપુરી રકમ રૂ.૧,૦૧,૯૦૦/- ફ્રીઝ કરાવી અરજદાને પરત અપાવતી માંડવી પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ- તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગનાઓ દ્રારા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના આપવામા આવેલ જે અંગે પો.ઈન્સશ્રી.સી.વાય.બારોટ ઓએ કાર્યવાહી હાથ ઘરેલ.

જેમાં અરજદારશ્રી (૧)હરેશભાઈ ગજેરા ગયેલ રકમ ૪૨૦૦૦/- (૨) વિજેન્દ્રભાઈ અસાર ગયેલ રકમ ૧૯૪૦૦/- (૩) કાદર પિંજારા ગયેલ રકમ ૨૪૦૦૦/- (૪) પારસ ભાઈ સંધવી ગયેલ રકમ ૧૧૦૦૦/- આ ચારેય ભોગબનાનર અરજદારશ્રીઓને તેમના ઓનલાઈન નાણાકીય છેતરપિંડી માં ગુમાવેલ પૈસા તેમના એકાઉન્ટ માં પરત અપાવતી માંડવી પોલીસ

સાવચેતીઓ

१-સાવચેતીઓ કોઈ પણ મિત્ર તેના ફેસબુક /ઇન્સ્ટાગ્રામ મેસેન્જર, વોટ્સઅપ તેમજ અજાણ્યા નબર થી ફોન દ્વારા રૂપિયાની માંગણી કરેતો રૂપિયા મોકલતા પહેલા તે મિત્ર ને ઓળખ કરી તેના મોબાઈલ નંબર પર તેની ખરાઈ કરવી.

२-કોઈ પણ બેંક/ મોબાઈલ કંપની માંથી કોલ આવેતો કોઈ પણ જાતના બેંક એકાઉન્ટ તથા OTPની માહિતી શેર કરવી નહી.

3-કોઈ અજાણ્યા મોબાઈલ નંબર થી ફોન આવેથી મોબાઈમાં કોઈપણ એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહીં.

४-અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, માં ફ્રેડ રેક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહી.

५-તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નબર – ૧૯૩૦ પર કોલ કરવો

5-તેમજ નજીક ના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપુણ વિગતો આપવી.

કામગીરી કરનાર પોલીસ અઘીકારી/કમચારી :-

પો. ઇન્સ. શ્રી સી.વાય.બારોટ સાહેબ તથા માંડવી પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ વશરામભાઈ પટેલ તથા પો.હેડ.કોન્સ નંદનીબેન મગનભાઈ તથા પો.કોન્સ.સાગરભાઈ ગોટેચા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.