અંજાર ખાતે આવેલ વંડીના શખ્સને કરાયો કચ્છમાંથી હદપાર
સૂત્રો જણાવી રહ્યા છે પૂર્વ કચ્છમાં શરીર, મિલકત સંબંધી ગુના આચરતા શખ્સો પર રોક લગાવવા, અટકાયતી પગલાં લેવા આદેશ બાદ વારંવાર શરીર સંબંધી ગુના આચરતા અંજાર ખાતે આવેલ વંડીના સદામ હુશેન મુસા ચબા નામના શખ્સને હદપાર કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઈશમ વિરુદ્ધ કંડલા પોલીસે હદપારી દરખાસ્ત તૈયાર કરી અંજાર પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરતાં મંજૂરી મળતાં પોલીસે આ શખ્સને પકડી પાડી તેને કચ્છમાંથી ત્રણ માસ માટે હદપાર કરવામાં આવેલ છે.